SAIL ભરતી ૨૦૨૪
સેલ કંપનીમાં ૩૧૪ પદ માટે અરજી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ, જાણો એપ્લિકેશન ફી અને છેલ્લી તારીખ સહિત તમામ વિગત
SAIL ભરતી ૨૦૨૪ : સેલ કંપનીમાં ૩૧૪ પદ માટે અરજી ૨૫ ફેબ્રુઆરીથી શરૂ થઇ ગઇ છે. ઉમેદવાર તેમની લાયકાત અનુસાર વિવિધ પદો પર અરજી કરી શકે છે. જાણો એપ્લિકેશન ફી અને છેલ્લી તારીખ
SAIL ભરતી ૨૦૨૪ : સેલ કંપનીમાં ૩૧૪ પદ માટે અરજી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ, જાણો એપ્લિકેશન ફી અને છેલ્લી તારીખ સહિત તમામ વિગત
SAIL : સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભારત સરકારની માલિકીની મહારત્ન કંપની છે.
SAIL ભરતી ૨૦૨૪ Steel Authority of India Recruitment ૨૦૨૪ :
સરકારી કંપનીમાં શાનદાર નોકરી મેળવવાની તક આવી છે.
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ) કંપનીમાં ૩૧૪ પદ પર નવી ભરતી કરવામાં આવશે.
નોટિફિકેશન અનુસાર સેલ કંપનીમાં આ નોકરી માટે અરજી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થઇ ગઇ છે. જાણો અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ અને છેલ્લી તારીખ
SAIL ભરતી ૨૦૨૪ અરજદારની વય મર્યાદા
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી ૨૦૨૪ માટે અરજદારની વય મર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી ૧૮ માર્ચ, ૨૦૨૪ ને આધાર ગણીને કરવામાં આવશે.
અલબત્ત અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારી નિયમ અનુસાર છુટછાટ મળશે.
આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮ માર્ચ, ૨૦૨૪ છે. તમને જણાવી દઇયે કે, આ સેલ કંપનીના ૩૧૪ પદ માટે અરજી કરવાનું ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪થી શરૂ થઇ ગયું છે.
SAIL ભરતી ૨૦૨૪ : અરજદારની પસંદ પ્રક્રિયા
સેલ ભરતી ૨૦૨૪ માં ઉમેદવારની પસંદગી કોમ્પ્યુટર આધારિત પરિક્ષા, સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચેકના આધાર કરવામાં આવશે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ) એ ભારત સરકારની માલિકીની મહારત્ન કંપની છે.
SAIL ભરતી ૨૦૨૪ : અરજી ફી અને પેમેન્ટ
સેલ ભરતી ૨૦૨૪ માટે જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ વર્ગના અરજદાર માટે અરજી ફી ૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
તો એસટી, એસસી અને પીડબ્લ્યુડી, ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ અને એક્સ સર્વિસમેન માટે એપ્લિકેશન ફી ૨૦૦ રૂપિયા છે.
SAIL ભરતી ૨૦૨૪ : અરજી ફીની ચૂકવણી કેવી રીતે કરવી
સેલ ભરતી ૨૦૨૪ માટે અરજી કરનાર ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે. અરજદારને સલાહ આપવામાં આવી છે કે, ઉમેદવાર જોબનું સત્તાવાર નોટિફિકેશન વાંચ્યા બાદ જ અરજી કરે.
કારણ કે અધુરી માહિતી કે ખોટી માહિતીવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
આપ બીજા કર્રેન્ત અફેર્સ ને ટોપિક પર જાણકારી માટે અહીં ક્લિક કરો.