ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ૨૦૨૪

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ૨૦૨૪ માં ૧૮૮ જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ ૪૯,૬૦૦ થી શરૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB ) દ્વારા વિવિધ 188 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, અરજી કરવાની છેલ્લી તારીખ ૧૬/૦૧/૨૦૨૪.

ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ૨૦૨૪: GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ ૧૮૮ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જોબ ઇચ્ચછૂક મિત્રો એ સતાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/Index પર વિવિધ પોસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | GSSSB New Recruitment 2024 | https://gsssb.gujarat.gov.in/ | Total Vacancies: ૩૦૯ | છેલ્લી તારીખ : ૧૬/૦૧/૨૦૨૪

GSSSB Recruitment 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ૨૦૨૪, ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in તારીખ ૦૨/૦૧/૨૦૨૪ થી ૧૬/૦૧/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.

GSSSB ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે.

ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના હેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે.

ભરતીપ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

GSSSB ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ GSSSB ભરતીમાં ઉમેદવારોએ તા ૧૬/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

આપ આવી અન્ય પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

આપ GK Gujarati YouTube channel અને નવીનસમય બ્લોગ ને subscribe કરો , આપ ને સમયસર ઉપયોગી માહિતી,  પરીક્ષા માટે મળશે.

અગત્યની લિંક: જાહેરાત માટે : અહીં ક્લિક કરો

Leave a Comment