Navin Samay

GPSC એ વહીવટી કારણોસર, ૪ પરીક્ષાઓ મોકુફ રાખી

મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમા જાહેર કરશે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ ૧ , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ ૧/૨, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ ૨ ની પરીક્ષા ૩-૧૨-૨૦૨૩ના બદલે હવે ૭-૧-૨૦૨૪ માં યોજાશે, એટલે કે વર્ષ ૨૦૨૩માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ ૨૦૨૪ માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા ૭ જાન્યુઆરી ૨૦૨૪એ યોજાશે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાયેલા પરિપત્રમાં મુજબ ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું ત્રીજી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ૨૭મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે ત્રીજી ડિસેમ્બરની જગ્યાએ ૭મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ લેવામાં આવશે.

Exit mobile version