રાષ્ટ્રીય ગણિત દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિની યાદમાં દર વર્ષે ૨૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. ભારતના મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક રામાનુજને ગણિતના ક્ષેત્રમાં એવા કાર્યો કર્યા હતા જે ઉકેલવા લગભગ અશક્ય જણાતા હતા.