GPSC TDO Call Letter 2023 : GPSC દ્વારા આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-૨ પ્રાથમિક કસોટીની તારીખ અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની જાણકારી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.

ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે. GPSC TDO Call Letter 2023 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક: ૪૦/૨૦૨૩-૨ આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-૨ પ્રાથમિક કસોટીની તારીખ અને સમય ૨૧-૦૧-૨૦૨૪ ૧૧:૦૦ થી ૦૨:૦૦ અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ ૧૦/૦૧/૨૦૨૪ ના રોજ થી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

ક્રમ

 

(૧)

 જગ્યાનું નામ

 

(૨)

જાહેરાત ક્રમાંક

 

(૩)

પ્રાથસમક કસોટીની તારીખ અને સમય

 

(૪)

 (પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તા.

(૫)

આદિજાતી વિકાસ અસધકારી, વર્ગ -૨ ૪૦/૨૦૨૩-૨૪ ૨૧-૦૧-૨૦૨૪ ૧૧:૦૦ થી ૦૨:૦૦ ૧૦-૦૧-૨૦૨૪

 

ઉકત જાહેરાતોનાં તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉપર્યુક્ત જાહેરાતોના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાકથી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) “Online” ડાઉનલોડ કરવાના રહેશે, જે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે.

TDO કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરશો પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે.

(૧) https://gpsc- ojas.gujarat.gov.in પર જવું.

(૨) “Call Letter/Form” >> “Preliminary Call Letter / Main Exam Call Letter / Form” પર “Click” કરવું.

(૩) અહીં ઉમેદવારે પોતાની “Job Select” કરવી તથા “Confirmation Number” અને “Birth Date” ટાઈપ કરવાના રહેશે.

(૪) હવે “Print Call Letter” પર “Click” કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.

પ્રવેશપત્રમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર “Click” કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. આયોગની તમામ પરીક્ષામાં ઉમેદવારોએ ફરજિયાત ફોટો આઈડી કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે. તેમજ ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્રમાં હાલનો ફોટો ચોંટાડવાનો રહેશે અને સહી કરવાની રહેશે.

આદિજાતિ વિકાસ અધિકારી કોલ લેટર 2023 પોસ્ટઓફિસ/ઓનલાઇન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રાથમિક કસોટી માટે આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે. છ-૩ સર્કલ પાસે. ‘છ’ રોડ. સેક્ટર-૧૦-એ. ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે

અથવા

https://gpsc-ojas.gujarat.gov.in Hi>FEES MODULE HI->PROCESSING FEE TO UNBLOCK CALL LETTER માં ૪૦ જાહેરાત પસંદગી કરીને કન્ફમેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦ ભરવાના રહેશે.

જો કોઈ કારણસર આ પધ્ધતિ થી પ્રોસેસ ચાર્જ ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ન નીકળે તો આપે આજ મોડયૂલમાં વિગતો ભરીને “CHECK YOUR PAYMNET STATUS” પર ક્લિક કરીને સ્થિતી જાણી લેવી.

ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઇટ પર “Application Not Found” નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે અથવા    ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર નાણા ભર્યાની પહોંચ સાથે જાહેરાત ક્રમ, કન્ફર્મેશન અને અરજી ક્રમ ની વિગત મોકલવી.

જુઓ પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ : અહીં ક્લિક કરો. 

Leave a Comment